થોડા દિવસો પહેલા મને ખૂબ જ કાંટાળો આવી રહ્યો હતો તો હું મોબાઈલ અને હેડફોન્સ લઈ ને અગાસી પર ગયો, અને ત્યાં સાંજ ના સમયે શાંતિ થી ગીત સાંભળતો હતો. તો બન્યું એવું કે, અમારાં ઘર ની પાછળ બે મોટા કોમન પ્લોટ છે.
તો મારી નજર ત્યાં રહેતા એક પરિવાર પર પડી. જો હું એમના ઘર નું વર્ણન કરું ને તો, ચાર થી છ ઉભા લાકડાઓ થી બનાવેલી ફ્રેમ પર કોથળાઓ, પ્લાસ્ટિક અને આવા અન્ય મટિરિયલસ થી બનાવેલી છત, જે માત્ર નામ ની જ છત હતી, જે માત્ર માથું ઢાંકવા જ સક્ષમ હતી!
જે કંઈક અંશે આવી જ હતી!
જોકે આ ઘર તો હજી પણ ખૂબ મોટું છે તેની સાપેક્ષ માં.
આપડા જેવાં લોકો ને 1 BHK માં પણ સંતોષ નહિ થતો, તો તો તે પરિવાર આપણા 1 BHK માં આવતા એક રસોડા જેટલી જગ્યા માં અંદાજીત પાંચ થી છ લોકો રહિ રહ્યાં હતાં.
આ ઘટનાં જોઇ ને મેં થોડો વિચાર-વિર્મસ કર્યો ખુદ સાથે કે, આ લોકડાઉન જેવાં આકરા સમય માં એ લોકો ને ત્રણેય સમય નું ભોજન મળી રહેતું હશે કે નહિ? કારણ કે એ લોકો મને "રોજ નું કમાય ને રોજ ખાવા વાળા" લાગ્યા!
અને મને સૌથી વધું દુ:ખ એ બાબત પર થયું કે થોડા દિવસો પહેલા હું મમ્મી સાથે લડી રહ્યો હતો કે, "મારે સારી વાનગીઓ ખાવી છે. આ રોજબરોજ ની, એક ને એક વાનગીઓ ખાઈ ને હું કંટાળી ગયો છું!" જ્યારે મને મારું પેટ ભરવા માટે સારી ગુણવતા વાળું અને પુરતું ભોજન મળી રહ્યું હતું અને હું અનાદર કરી રહ્યો હતો.
આપણ ને એ વસ્તુઓ ની કદર ક્યારેય સાચાં અર્થ માં નથી સમજાતી જે વસ્તુઓ આપણ ને સરળતા થી મળી રહે છે.
હું અત્યારે હાલ આ જવાબ લખી રહ્યો છું અને તમે આ જવાબ વાંચી રહ્યાં છો, જેનો મતલબ છે કે આપણા બન્ને ની પાસે એક સરસ મોબાઈલ છે અને અનલિમિટેડ નેટ કરાવા માટે પૂરતા પૈસા. આવી અમુક બાબતો આપણે રોજિંદા જીવન માં અવગણતાં હોઇ એ છીએ! પરંતુ આવી બાબતો માટે હમેશાં આપણે ભગવાન નું, અથવા તો ખુદ નું આભાર માનવું જોઇએ કે તમને તમારાં જીવન ની પાયા ની જીવન જરૂરીયાતિ વસ્તુઓ તો મળી રહે છે. તમને ત્રણેય સમય નું ગુણવતા વાળું અને તમને જોઇતું હોય એટલું ભોજન મળી રહે છે.
હું જ્યારે પણ પેલાં મોટીવેસનલ વિડીયોઝ જોતો હોઉં ત્યારે તેઓ હમેશાં કહેતાં હોય છે કે, "જીવન માં હમેશાં સંતોષ રાખવો જોઇએ". ત્યારે આ વાત મને ગળે નતી ઉતરતી કે, જો આપણે જીવન માં બધી વસ્તુઓ થી સંતોષ રાખવાં લાગશું તો જીવન માં પ્રગતિ કેવી રીતે કરી શકીશું!
પછી મને એ વાક્ય નો મતલબ આ વિમર્સ બાદ મળયો કે,
જો તમારી પાસે Alto 800 છે અને અને તમારે Mercedes Benz લેવી છે તો આમાં કઈ ખોટું નથી પણ, તમારી પાસે Mercedes Benz નથી આ બાબત પર તમે વારંવાર રોતડા રોયા અને ખુદ ને કોસ્યા જ કરો આ બાબત ખોટી છે! હાલ પૂરતી ભલે ને તમારી પાસે Mercedes Benz નથી પણ, Alto 800 તો છે ને. કારણ કે ઘણા લોકો ને તો એ પણ નસીબ નથી થતી.
જીવન માં હજી કંઈક વધું મેળવી લઊ આ વિચારધારા ખોટી નહિ, અને આ જ વસ્તુ આખી માનવજાત ની પ્રગતિ નું કારણ છે પણ મારો મેઇન પોઇંટ છે કે, તમારે હમેશાં જીવન માં તે બાબતો માટે તો પોતાની જાત ને ખુશનસીબ માનવું જોઇએ જે પાયા ની જરૂરયાતો માંની એક છે અને તમને આસાની થી મળી રહે છે!
આભાર.
શુ તમને તમારા જીવનથી અસંતોષ છે ? તો આ લેખ વાંચો
Reviewed by prinsu
on
May 02, 2020
Rating:
Reviewed by prinsu
on
May 02, 2020
Rating:

No comments: