Search Bar

banner image
banner image

દરેકના જીવનમાં ઉપયોગી થાય એવા સુવિચારો


  1. ક્યારેક ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ ની આજુબાજુ ના વિસ્તારમાં કાંતો કોઈ પણ કેન્સર હોસ્પિટલ માં જજો, ખરેખર જીવન કેટલું અમુલ્ય છે એ સમજાય જશે ફક્ત ૧૦જ મિનિટ માં.
  2. ક્યારેક તમારી બાજુમાં જ બેસતો તમારો કલીગ કે જેની સાથે કામ અને ચ્હા બંને ની ખુબ મઝા માણી હોય અને અચાનક ઓફિસમાં આવવાનું બંધ કરે અને તમે જ્યારે કોલ કરી ખબર પુછો અને એ કહે કે એક આંખ નૉ વિઝન ૮૦% ખરાબ થઈ ગયું છે ત્યારે ખરેખર આંખો નુ જતન કરવું જ જોઈએ, મોબાઇલ રાત્રિ દરમિયાન તો ન જ વાપરવો એવું પ્રણ લઈ લેશો.
  3. ક્યારેક તમારા વ્હાલા પરિવાર નું વ્હાલું સભ્ય જેને અચાનક કેન્સર છે એવું ડિટેક્ટ થાય અને ડોક્ટર કહે કે લાસ્ટ સ્ટેજ અને ૬ મહિના છે ત્યારે ખરેખર સમય ની સાચી કિંમત સમજાય એ પણ ૧૦જ‌ મિનિટ માં.
  4. જ્યારે મમ્મી કે પપ્પા એવું કોને કહીને બોલાવવું એ… જ્યારે આ બંને અમુલ્ય શબ્દો સાંભળવા વાળા નહીં રહે દુનિયા માં, ફ્કત દસ જ મિનિટમાં ખેલ ખતમ. એટલે મમ્મી અને પપ્પા એમ આ બંને અતુલ્ય અમુલ્ય શબ્દો અને વ્યક્તિ ની સંભાળ રાખશો. જેમ એમણે આપણા દરેક સપનાંઓ પુરા કર્યાં એમ આપણે પણ એમણા દરેક સપનાંઓ પુરા કરવા જોઈએ.
  5. ક્યારેક નવરાશ મળે તો સાંભળશો.. પાપા પગલી. મેં કીધી જાણીને તારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ.. આ બે પંક્તિઓ સમજ માં આવી જશે ને ત્યારે પપ્પા અને એમણ જણાવેલા નહીં પણ ખરેખર સમજાવેલા જીવનના અમુલ્ય ઉદાહરણો ક્યારેય નહીં ભુલાય.
  6. ક્યારેક બહાર મુસાફરી માટે નીકળો , બસ કે ટ્રેન માં જવાનું હોય એટલે મમ્મી એકદમ સરસ થેપલા અને હાંડવો બનાવીને સારી રીતે પેક કરી બેગ માં મુકે અને તમે બોલો અરે મમ્મી આ બધું ના ભરીઆપ તું મને… હવે રસ્તા માં વચ્ચે ઘણું બધું મળી રહે છે. પછી અડધી મુસાફરી પુરી થાય અને ક્યારેક ખરાબ નસીબ કાંતો રસ્તા પર ની રેસ્ટોરન્ટ પર ખાવાનું કે નાસ્તો ભાવે જનહિ….. ભુખ બરાબર લાગેલી હોય….. અને પેલા મમ્મી ના થેપલા કાઢી ફક્ત ૧૦જ મિનિટમાં ખવાય જાય… એટલે મુસાફરી દરમિયાન મમ્મી જે પણ બનાવી ભરીને આપે ત્યારે ચાળા ન કરવા… ચુપચાપ લઈ લેવું…..
  7. લેણ દેણ નો એક નિયમ એવો છે કે જેને આપણે વધારે ચૂકવવાનું હોય છે એ આપણું સ્વજન બની ને આવતું હોય છે. આ મેં વાંચ્યું હતુ ક્યાંક અને મને જીવનભર યાદ રહેશે.
  8. આપણે ત્રણેય ઋતુઓ જોઈ શકીએ છીએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ ઘણાં બધાં દેશો આપણાં જેટલાં ખશકીસ્મત નથી. એટલે આપણને જે મળ્યું છે એની કદર હંમેશા કરવી.
  9. કેદ માટે જ અંગ બદલે છે, જીવન કેવળ સુરંગ બદલે છે… હું તને ઓળખું કઇ રીતે? તું દરવખત રૂપરંગ બદલે છે…. આંસુ ખારો જ છે સદિઓ થી, સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે…. છો કરે કોઈ કાંકળીચાળો, જળ કદી ક્યાં તરંગ બદલે છે…. જાત બદલી શકે તો બદલી લે, આંગળી માં શું નંગ બદલે છે…. ડો.અશોક ચાવડા.
  10. સમય ઘણો બળવાન છે. ક્યારે, ક્યાં શું થશે એની કોઈને પણ ખબર હોતી નથી. ભગવાન રામ કે જેમણે તો સાંજે ભવ્ય ઉજવણી સાથે રાજપાટ મળવાનો હતો ત્યાં તો સવારે વન માં જવાનું થયું. સમય આગળ જો ભગવાન ખુદનું ના ચાલ્યું તો આપણે તો માણસ છીએ. કપરાં કાળ અથવા ખરાબ થી ખરાબ સમયમાં પણ પોતાની વેલ્યુ, સંયમ, સમજ, બુધ્ધી જાળવી રાખવા. એ રામાયણ શીખવે છે.

દરેકના જીવનમાં ઉપયોગી થાય એવા સુવિચારો દરેકના જીવનમાં  ઉપયોગી થાય એવા સુવિચારો Reviewed by prinsu on May 02, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.